ઘૂઘરા એટલે દિવાળીનાં લેન્ડમાર્ક..!

  • 3.6k
  • 1.2k

ઘૂઘરા એટલે દિવાળીનાં લેન્ડમાર્ક..! કસ્સમથી કહું કે, ઘૂઘરા મને એટલા પ્રિય કે,દિવાળીમાં તમામ ખાધને થર્ડ પ્લેટફોર્મ ઉપર કાઢીને ઘૂઘરા ઝાપટવાની જ મને ઉપડે..! આખું વર્ષ કોરોનાનો કાળોતરો હવામાનમાં ભલે ફરી વળ્યો હોય, પણ દિવાળીમાં ઘૂઘરા નહિ ખાધા, તો દિવાળી હોળી જેવી જ લાગે. હરિની કૃપા કેવી હરિયાળી, કે કોરોનામાં હરી ના લીધાં, એટલે તો આ દિવાળીમાં ઘૂઘરાનો હાસ્યલેખ લખવા બેઠો. રમેશીયાને રાજીનો રેડ કરવા પાંચ કિલો ઘૂઘરા વધારે બનશે..! ઘૂઘરા એટલે ઘૂઘરા બોસ..! દિવાળીમાં બનતા ઘૂઘરાઓ પ્રતાપી રાજા જેવાં પરાક્રમી હોય. ‘ઘૂઘરો’ શબ્દ પડતાંની સાથે, જ સાતેય દરિયા મોઢામાં પ્રવેશીને મોઢું પાણી-પાણી થઇ જાય. કાન સસલાંની માફક સરવા, ને જીભ લપકારા માંડે બોલ્લો..!