મોજીસ્તાન - 67

(18)
  • 3.7k
  • 1.7k

મોજીસ્તાન (67) ઓરડીના બારણાં પર બહારથી કોઈ ધડાધડ પાટું મારી રહ્યું હતું.બારણાં હચમચી રહ્યાં હતાં.અંદર પુરાયેલા ભજીયાપાર્ટીમાં સામેલ થનાર લોકો ભયથી ધ્રુઝી ઉઠ્યાં.ડોકટરે ભાભાને તારણહાર તરીકે રજૂ કરીને બારણાં તરફ ધકાવ્યા."ભાભા હવે તમે તમારા તપના પ્રભાવથી આ ભૂતનો મોક્ષ કરીને અમને સૌને બચાવો.જાવ ઝટ દઈને બારણાં ખોલો અને ભૂતને શ્રાપ આપો..!" ડોકટરે કહ્યું."ભલા માણસ, હું કંઈ એવો મહાન નથી અને મારી પાસે ભૂતને કાબુ કરવાની વિદ્યા નથી.હું તો સંસ્કૃતનો પંડિત છું.મારી વિધા અહીં કામમાં નહિ આવે.એટલે મને રહેવા દયો..!" કહી ભાભા ખૂણામાં ઘુસી ગયા. રવજી સવજી વગેરે બધાને પરસેવો વળવા લાગ્યો હતો.એ વખતે બાબો આગળ આવ્યો."હું બારણું ખોલું છું, જે થવાનું