મને ગમતો સાથી - 35 - ગીફ્ટ

  • 2k
  • 956

કોયલ : ધરું....ધરું....ધારા : હા....??કોયલ : ધ્વનિ વિશે વિચારી રહી હતી??તે હસતાં હસતાં પૂછે છે.ધારા : પપ્પા ને શું ગીફ્ટ આપું??કોયલ : માસાની પણ બર્થ ડે આવે છે??ધારા : ના.મારે તેમને બસ એમજ ગીફ્ટ આપવું છે.પણ તે વર્ષોથી એક જ રિસ્ટ વૉચ પહેરે છે.પરંપરા એ 2 રિસ્ટ વૉચ તેમને ગીફ્ટમાં આપી છે પણ એ નથી પહેરતા ખબર નહી કેમ??પરંપરા ના લગ્નમાં મે, મમ્મી અને પરંપરા એ ફોર્સ કરી તેમને તે બેમાંથી એક રિસ્ટ વૉચ પહેરાવેલી.કોયલ ને હસવું આવી જાય છે.કોયલ : મારા પપ્પા પણ આવું જ કરે.ગીફ્ટ આપે તો ગમે બહુ પણ એટલી ગમે કે પછી એને જલ્દી વાપરે જ