નેહડો (The heart of Gir) - 5

(30)
  • 6.1k
  • 3.6k

કનાને ગોતતા ગોતતા થોડા આગળ ચાલ્યાં ત્યાં રાધીનું ધ્યાન બપોરા કર્યા હતા, તે વડલાની ડાળ પર ગયું. તેણે જોરથી રાડ પાડી, " જો કનો ન્યા રયો.. " બધાએ જોયું તો કનો વડલાની એક ડાળી પર લપાઈને બેઠો હતો. તેના મોઢા પર ગભરાટ હતો. બધા ગોવાળિયાઓએ મળીને તેને જાળવીને નીચે ઉતાર્યો. બધાં ખૂબ હસ્યાં. રાધીનાં બાપા નનાભાઈ કહે, " અલ્યા, કાઠીયાવાડી તો જબરો બાદુર નિહર્યો" આ સાંભળી બધાં ફરી હસી પડ્યાં. ગેલાએ કનાને પોતાની પાસે ખેંચી તેના વાંકડીયા વાળમાં હાથ ફેરવ્યો. કનો હજી પણ ડરથી કાંપી રહ્યો હતો. ગેલાએ તેને સમજાવ્યું, "