એ.... રાત

  • 2.4k
  • 1
  • 910

એ.... રાત..!!!! સૌરાષ્ટ્રના શત્રુંજય ડુંગર ઉપર સરકારી પીટીસી છે,તેમાં લોકભારતી સણોસરા સંસ્થાના "યુવા સંગમના" યુવાનો દ્વારા વેકેશન શિબિરનું આયોજન કરેલું.તે શિબિરમાં જુદી જુદી ગુજરાતની કૃષિ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓના આવેદન મુજબ બધા મળીને પચાસ વિદ્યાર્થીઓની બેંચ હતી.તેમાં આપણા ખ્યાતનામ મૂર્ધન્ય લેખક સ્વ.મનુભાઈ પંચોળી (દર્શક) મુખ્ય મહેમાન અને વક્તા તરીકે આમંત્રિત કરેલા હતા. આ મહામાનવની સેવા મને,કુ.ગીતા સુવાગીયા અને શ્રીભાસ્કરભાઈ એમ ત્રણ જ્ણને દર્શકની સેવા -સુશ્રુષા સોંપેલી. સાત દીવસીય આ શિબિરમાં સતત એકે એક પળનો સદુપયોગ, સમય પાલનની સખત કાળજી લેવાતી હતી.મારી આ શિબિરમાં હાજરીથી મને ઘણું બધું જીવનનું ભાથું મળેલું. મે માસ હતો.સખત ગરમી હતી,સાથે ડુંગર ઉપર શેત્રુજી નદી પર બાંધેલો ડેમ