અભિષેક

(64)
  • 8.6k
  • 2
  • 3.3k

અભિષેક ******* " મારે અભિષેક ત્રિપાઠીને મળવું છે. આ બ્લોકનું બીજા માળે રૂમ નંબર ૬ નું એડ્રેસ મને આપેલું છે. " અદિતિ વ્યાસ એમ.એસ. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના સિક્યુરિટી સાથે વાત કરી રહી હતી. "તમે અંદર ના જઇ શકો મેડમ. આ બોયઝ હોસ્ટેલ છે. ગર્લ્સને અંદર પ્રવેશ નથી. " ચોકીદાર બોલ્યો. " મારે અર્જન્ટ મળવું જરૂરી છે. એવું હોય તો તમે એમને નીચે બોલાવો. " અદિતિ બોલી. "અત્યારે બધા સ્ટુડન્ટ ક્લાસમાં ગયેલા છે. સાંજે પાંચ વાગ્યે ક્લાસ છૂટે પછી તમે બહાર મળી શકશો. " ચોકીદાર બોલ્યો. અત્યારે હજુ સવા ચાર વાગ્યા હતા. હજુ પોણા કલાકની વાર હતી. સમય કેવી રીતે પસાર