CANIS the dog - 83

  • 2k
  • 776

viceroy નામનો ઇન્ચાર્જ બીજી ગાડીમાંથી બહાર નીકળે છે અને આજુબાજુમાં જુએ છે તો દૂર દૂર સુધી સન્નાટો જ હતો.એટલે સુધી કે ત્યાંના આદિવાસીઓ ના નામ પર પણ શુન્યાકાર જ હતો.viceroy ની પાછળ પાછળ આખી ટીમ ચાલવાનું શરૂ કરે છે અને થોડી દૂર પહોંચી ને અચાનક જ બધા તેમના મોં પર રૂમાલ ઢાંકી ને એકબીજાની સામું જોવા લાગે છે.એક જણે તેની આંગળી ના ઈશારા થી કહ્યું,ધેટ વે સર. અને વાઇસરોય ઉતાવળી ચાલે ત્યાં પહોંચ્યો. પહોચી ને તેણે જોયું તો એક ફોરેસ્ટ ઓફિસરની લગભગ પોણા થી પણ ઉપરના ભાગની ખવાયી ગયેલી લાશ પડી હતી.અને viceroy ના મોહ માં થી નીકળી ગયું, માય ગોડ!!