પ્રાયશ્ચિત - 52

(99)
  • 9.5k
  • 3
  • 8.1k

પ્રાયશ્ચિત પ્રકરણ 52દિવાળીના દિવસે કેતન થોડો વહેલો ઉઠી ગયો. અડધો કલાક ધ્યાન કરી એણે બ્રશ વગેરે રૂટિન કાર્યક્રમ પતાવ્યો. એ પછી એણે નાહી લીધું. સવારે સાત વાગ્યે જ દક્ષામાસી આવી ગયાં હતાં એટલે ચા મુકવાની કોઈ ઝંઝટ ન હતી. એણે કબાટમાંથી કેટલીક રકમ કાઢી અને બેડ રૂમમાં બેસીને કવર બનાવવા લાગ્યો. આજે દિવાળી હતી અને પહેલી વાર એના હાથે તમામ સ્ટાફને બોનસ આપવાનું હતું. જયેશ અને મનસુખ માટે ૧૦,૦૦૦ નાં બે કવર બનાવ્યાં. દક્ષામાસી ચંપાબેન અને ઓફિસના ચાર સ્ટાફ મેમ્બરો માટે ૫૦૦૦ નાં છ કવર બનાવ્યાં.શરૂઆત એણે દક્ષામાસીથી જ કરી. એ રસોડામાં જઈ વિનમ્રતાથી દક્ષાબેનને પગે લાગ્યો અને ૫૦૦૦ નું કવર