જન્માષ્ટમી....

  • 3.6k
  • 1.2k

જન્માષ્ટમી .... વાર્તા... દિનેશ પરમાર ' નજર ' ****************************************માછલી સાથે જ દરિયો નીકળ્યો લ્યો રૂણાનુંબંધ પાછો નીકળ્યો હું જ મારા ભારથી થાકી ગયો હું હતો એ 'હું' જ ખોટો નીકળ્યો -ધૂની માંડલિયા ****************************************રાજકોટ જુનાગઢ સ્ટેટ હાઇવે નં ૨૬ પર જતા જેતપુર વિસ્તાર પછી, લીલાછમ વૃક્ષોથી અને હરીયાળા ખેતરોથી લહેરાતા, નૈસર્ગિક વાતાવરણના ગ્રીન પટ્ટા પર આવતી આશ્રમ જેવી સંસ્થા 'વાનપ્રસ્થાશ્રમ' જુદી તરી આવતી હતી. આજે તે વિશેષ રીતે શોભી ઉઠી હતી.એક તો તે, વૃધ્ધાશ્રમ હોવા છતાં પ્રાથમિક દ્રષ્ટિએ તેની રચના, માવજત અને વાતાવરણ કોઈ વિશાળ કુટુંબના આલય જેવો