યારી

  • 3.1k
  • 1
  • 1.1k

યારી "બાજુમાં મુક બકા તું દુનિયાદારી, બસ મને તો જોઈએ તું, તારી યારી. " આ શબ્દો આજે સરી પડ્યા હતા અભી ના કાવ્યા માટે. બહુ દિવસે આજે અભીને ફરી શબ્દો સાથે રમવું ગમ્યું હતું. અઢળક લાગણીઓ વરસાવતો, શબ્દો સાથે ઘેલો થઈ રમતો અભી હમણાંથી શુષ્ક અને શાંત થઈ ગયો હતો. અભી નું શુષ્ક અને શાંત રહેવું એની સાથે રહેલા બધા પાત્રો ને અકળાવી, ડરાવી નાખતું હતું. પણ શું થાય આ જ અભીની ઓળખ હતી. અભી અને કાવ્યા એ આજે અઢળક વાતો કરી હતી અને એ પણ અદ્દલ પોતાને ગમતા ટોનમાં. વાતવાતમાં કાવ્યા બોલી પણ હતી અભી મજા આવી ગઈ યાર