ગરબો ગોટે ચઢ્યો રે લોલ..!

  • 3.7k
  • 1
  • 1.3k

ગરબો ગોટે ચઢ્યો રે લોલ..! ઉમરમાં જો ૪૦-૫૦ વર્ષ વધારીને ઉમરની ખાધ ખાધી ના ખાધી હોત તો, આજે હું ૨૦-૨૧ નો ફૂટડો યુવાન હોત..! નવરાત્રી આવે એટલે આવું બધું યાદ આવે દાદૂ..! આવી ઉમરમાં એકાદ ગરબો તો ઠીક, બંદાએ આખી નવરાત્રી ખેંચી નાંખી હોત..! હવે આજે તો વિમાની પોલીસીઓ પાકી ગઈ, ને ઢીંચણ પણ પાકી ગયા. અડધો ગરબો ‘ઉખ્ખડ’ બોલીને છોડી દેવો પડે. હઠીલા રોગના હવાલે ગયા પછી, ગરબીનું કાર્યક્ષેત્ર પણ પૃથ્વીના પટ કરતાં લાંબુ લાગે..! લાંબા થઇ જવાય યાર..? બાકી લટકાં તો આજે પણ ફેઈઇણ તો કાઢે, પણ કરીએ શું..? સુગર બ્લડપ્રેસર ને કોલેસ્ટ્રોલ સાથે સાલા સંબંધો જ એવાં બંધાય ગયેલાં