મોજીસ્તાન - 66

(13)
  • 3.3k
  • 2
  • 1.2k

મોજીસ્તાન (66) અંધારામાં હવામાં લટકતો સફેદ ઓળો જોઈને ટેમુ ધ્રુજવા લાગ્યો.જીવનમાં ભૂતની વાતો તો બહુ જ સાંભળી હતી પણ આજે નજર સામે જ ભૂત ઉભું હતું.ટેમુને 'કોણ છે..' એમ પૂછવું હતું પણ ગળામાંથી અવાજ નીકળતો નહોતો. ફાટી આંખે એ ત્યાં જ ઉભો રહ્યો.મીઠાલાલ સાઈકલ પરથી ઉતર્યો.આકાશમાં ઉગેલા અડધા ચંદ્રનું એકદમ આછું અજવાળું પડવુ હવે શરૂ થઈ ગયું હતું.એ ઉજાસમાં મીઠાલાલે એનું બજાજ વાડીના ઝાંપા આગળ પડેલું જોયું.''મારો બેટો અડધી રાતે આંય શું લેવા આયો હશે ?" મીઠાલાલ બબડયો.વાડીમાં ચાલતો દેકારો હવે એના કાને પડી રહ્યો હતો.ધીરેધીરે મીઠાલાલ વાડીના ઝાંપા તરફ આગળ વધ્યો. મીઠાલાલને ભૂત સમજી બેઠેલો ટેમુ ધ્રુઝી રહ્યો હતો.આછા