એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૪

  • 4.2k
  • 2.1k

શનિવાર હોવાથી યોગા ક્લાસમાં જવા માટે દેવ વહેલા ઉઠી તૈયાર થઈ મંદિરમાં પૂજા કરવા બેસ્યો.પૂજા કરીને રસોડામાં ગયો.ત્યાં જશોદાબેન પહેલેથી જ નાસ્તો બનાવી રહ્યા હતા. "જય શ્રી ક્રિષ્ના મમ્મી"દેવ બોલ્યો. "જય શ્રી ક્રિષ્ના બેટા" "કેટલી વાર નાસ્તો તૈયાર થતા?" "બસ તૈયાર જ છે,તું ડાઇનિંગ ટેબલ પર બેસ હું લઈને આવું" "મમ્મી નિત્યા રેડી છે ને?" "ના,હજી તો સુવે છે" "હું એને બોલાવી લાવું" "કુંભકર્ણ કેટલું ઉંઘશે,આમ તો જલ્દી ઉઠી જાય છે"દેવે રૂમમાં એન્ટર થતા સ્મિતાને જાગતી જોઈને કહ્યું. "શશશ..............એના પગમાં પેઈન થતો હોવાથી રાતે લેટ ઊંઘી હતી"સ્મિતાએ દેવને કહ્યું. દેવે નિત્યના પગ તરફ નજર કરી અને માથા પર હાથ લગાવીને