ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૯

  • 3.1k
  • 1.5k

પરીક્ષાનો સમય માર્ચ મહિનાથી જ શાળામાં પરીક્ષાના તહેવારો શરૂ થઇ જતા હતા. શરૂઆત દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ કરે અને ત્યાર પછી બાકીના ધોરણોનો ક્રમ આવતો હતો. દરેક ધોરણમાં મુખ્ય વિષયો અને ગૌણ વિષયો રહેતા હતા. વિદ્યાર્થીઓ મુખ્ય વિષયો પર વધુ ધ્યાન આપે, અને ગૌણ વિષયો તો જાણે પાસ જ કરવાના હોય તેમ ભણે. માટે જ મુખ્ય વિકાસ થાય અને ગૌણ વિકાસ બાકી રહી જાય, જે સર્વાંગી વિકાસને પોષી ન શકે. આમ જ, વૃંદાની પણ મુખ્ય વિષયોની પરીક્ષા પૂર્ણ થઇ ચૂકી હતી. દસમા ધોરણમાં આવતા અને પસંદ કરી શકાતા તેવા ચિત્રકામ, વ્યાયામ, સંસ્કૃત જેવા વિષયોના પેપર બાકી હતા. આથી