સજન સે જૂઠ મત બોલો - 28

(44)
  • 3.7k
  • 2
  • 1.5k

પ્રકરણ અત્ઠાવીસમું/૨૮કવર અને પેન ડ્રાઈવને આગળ પાછળ ફેરવીને જોયા છતાં કોઈ છુપી સંજ્ઞા કે સંકેતનો અણસાર ન મળતાં સૂર્યદેવને કોઈ છુપા શત્રુ કે શુભચિંતક તરફથી અણધાર્યા બનાવના આહટના ભણકારાનો અંદેશો આવવા લાગ્યો. કવરને જીન્સના બેક પોકેટમાં સરકાવ્યા પછી.. ફટાફટ માળી પાસેથી પૂજાસામગ્રી લઈ, શ્રધ્ધાપૂર્વક અંજલિપુત્ર સામે નમન કરી, પુષ્પો ધર્યા, બે મિનીટ આંખો મીચીને આરાધના કર્યા બાદ, પરિસરની બહાર આવ્યાં પછી પૂછપરછ કરી, પણ કોઈ સંતોષકારક ઠોસ ઉત્તર ન મળ્યો. બાઈક પર સવાર થઇ, બાઈક દોડાવી ઘર તરફ...ઉતાવળે બંગલામાં દાખલ થઇ, ઓફીસ વર્ક માટે બેડરૂમને અડીને બનાવેલી નાની એવી ચેમ્બરમાં એન્ટર થઇ, ત્વરિત કોમ્પ્યુટર સીસ્ટમ સાથે પેન ડ્રાઈવ એટેચ કરી..પેન ડ્રાઈવમાં એક