મંદોદરીની મનોવેદના..!

  • 2.6k
  • 978

મંદોદરીની મનોવેદના..! , લંકેશ હતાં ત્યાં સુધી તો લંકામાં પણ ધાક હતો. રાજ ઘરાનાની પ્રણાલિકા ને લંકેશના અકડું મિજાજને કારણે દેશદેશાવરના મોઢાં પણ બંધ હતાં. ખુદ મંદોદરીજી પણ મૌની બની ગયેલાં. પતિ ભલે રાક્ષસ વિચારધારાનો હોય, પણ કોઈ એના વિષે ઘસાતું બોલે તો, કોઈ પત્ની સાંખી નહિ લે. રાવણના મૃત્યુ પછી, જાતજાતનો ઝંડો કાઢીને બેઠેલા લોકો સામે મંદોદરીએ કેવી હૈયાવરાળ ઠાલવી, એ પણ જાણવા જેવું છે. મંદોદરી ઉવાચ, ” હે પામરો..! તમે તો શાકભાજીની માફક પતિને પણ ચકાસી-ચકાસીને પરણો છો ને..? હું કેવી બહાદુર કે, રાક્ષસકુળમાં સામે ચાલીને પરણીને ગયેલી. છતાં પતિને મેં પરમેશ્વરથી અધિક માન્યા. બીજાની માફક રાવણ-લીલા કરી નથી..!