આકાશ નો ખાલીપો અને મેઘધનુષ

  • 2.4k
  • 860

ખુલ્લા વિશાળ આકાશ પાસે વિશાળતા તો છે પરંતુ તેનાથી પણ વધારે ખાલીપો છે, શૂન્યાવકાશ છે, મેઘધનુષ જ તેમાં રંગો પૂરીને આ ખાલીપા ને દુર કરે છે, આકાશમાં રંગો ભરવાનું કામ મેઘધનુષ કરે છે,સાત રંગો થી ભરપુર મેઘધનુષ આકાશમાં રંગો પૂરીને પોતાની હયાતીનો અહેસાસ કરાવે છે, મેઘધનુષ ના સાત રંગોથી આકાશ ની સુંદરતા ખૂબ વધી જાય છે, મેઘધનુષનો વળાંક કહે છે કે જ્યાં જરૂર પડે ત્યાં જીવનને પણ વળાંક આપો....જે વૃક્ષ સીધું અને ટટ્ટાર હોય છે તેની ઉપર કુહાડી નો પ્રથમ ઘા થાય છે, જીવનમાં પણ આડા અવળા કે વાંકા ચુંકા માણસો ઉપર કોઈ ઘા કરતું નથી,