અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - ૧૭

  • 3.4k
  • 1
  • 1.7k

ભાગ - ૧૭આજે, પૂજાનો મક્કમ નિર્ધાર પારખી ગયેલ ઈશ્વરભાઈ, છેવટે પૂજાને રોકવા કે, વાળવા/સમજાવવાનું બાજુ પર રાખી, તેઓ પણ પૂજાને સાથ આપવા તૈયાર થઈ જાય છે.ઈશ્વરભાઈ :- જો પૂજા બેટા, હવે હું તને રોકવા નથી માંગતો, ને વધારે કંઈ કહેવા પણ નથી માંગતો. જો તુ કહે છે તો, હું અત્યારેજ, અહીથી સીધાજ, તને દિવ્યા પાસે લઈ જાઉં છું, પરંતુ..... તુ આજે, ખાલી મારી એક વાત માનજે બેટા, કે... ત્યાં જઈને તુ, માત્ર તારા પપ્પા, અને ભાઈ વિનોદ સાથેજ વાત કરજે, ને એમને તારી રીતે સમજાવી એમની જૂની બધી ભૂલો માફ કરી, ને આગળ જે થાય તે જોયું જશે, તેમ કહી, હિંમત આપી એમને