Love@Post_Site - 2

  • 2.8k
  • 1.2k

અઠવાડિયા બાદ રોહિત રોજની જેમ કેફેમાં ચા પીવા બેઠો છે. અડધો કપ ચા પીધા પછી અચાનક એનું ધ્યાન સામેના ટેબલ પર બેઠેલી એની કોલેજ ફ્રેન્ડ રિદ્ધિ પર ધ્યાન જાય છે જે કોઈક બીજી છોકરી સાથે બેઠી છે, એટલે રોહિત પહેલા ઇશારાથી ત્યાં આવવાની પરમિશન લે છે જે એને મળી પણ જાય છે. રોહિત ત્યાં જઈ જોવે તો બીજી છોકરી સ્વરા હતી અને આશ્ચર્યથી પૂછે છે “મેડમ તમે?” રિદ્ધિ વચ્ચે ડપકું મૂકી કયે છે “આ મેડમ નહિ માસ્તરાણી છે.” રોહિતે કીધું “હા, એ તો પોસ્ટ માસ્તર છે એટલે, પણ તમે બેય એક બીજાને ઓળખો કઈ રીતે?” સ્વરા કહે છે “આ મારી