મોજીસ્તાન - 64

(15)
  • 2.9k
  • 1.2k

મોજીસ્તાન (64) હુકમચંદ ઘેર આવીને વિચારમાં પડ્યો હતો.જો આ લખમણિયાનું ભૂત હાથમાં આવી જાય તો ગામમાં પોતાનો જેજેકાર થઈ જાય. સરપંચ તરીકે ગામમાં હજી સુધી પોતે ખાસ કંઈ ઉકાળી શક્યો નહોતો એટલે હુકમચંદને આ ભૂતમાં રસ પડ્યો હતો.ભાભા અને તખુભાને ભેટી ગયેલું એ ભૂત વહેલું મોડું પોતાને ભેટવું જોઈએ એવી એને આશા હતી."જો મને એ ભૂતનો ભેટો થઈ જાય તો તો સાલાને ભડાકે જ દઈ દઉં.જો એ ખરેખર ભૂત હશે તો ગોળી એને ક્યાં વાગવાની છે.પણ જો કોઈ માણસ ભૂત બનીને હેરાન કરતું હશે તો ? મશ્કરી કરવા જતાં એને મોત મળશે.જો કે મને જશ મળશે અને કાયદેસર કોઈ સજા પણ