મોજીસ્તાન - 62

(17)
  • 3.4k
  • 1
  • 1.6k

મોજીસ્તાન (62) ડો.લાભુ રામાણીએ બોલાવેલી સભામાં થયેલા દંગલને કારણે વજુશેઠ,તભાભાભા અને હુકમચંદ ઘાયલ થયા હતા. હુકમચંદે જાણી જોઈને તભાભાભાના પગને કચરી નાંખ્યો હતો.સ્ટેજ પર ચડેલા ટોળામાં સામેલ થઈ જઈને ચંચાએ છાનામાના હુકમચંદને ટપલીદાવ કરી લીધો હતો.વજુશેઠ પણ ગબડી પડ્યા હોવાથી એમની કમરમાં દુખાવો થઈ ગયો હતો. બધું માંડ થાળે પડ્યું ત્યારે ડોકટર ત્યાંથી નાસી ગયા હતા.ડોકટર લાભુ રામાણીએ રચેલી પ્રેમજાળમાં ફસાયેલી નર્સ ચંપા,જીવનમાં નવું પ્રભાત ઊગ્યું હોવાથી બહુ ખુશ હતી.ડોકટર એને દસ લાખ રૂપિયા આપવાના છે એમ માનીને એણે પોતાના માટે નવા વસ્ત્રો અને નવા ચપ્પલ પણ ખરીદી લીધા હતા.સોનીને ત્યાં જઈ એક બે આભૂષણોનો ઓર્ડર પણ એ કમક્કલ સ્ત્રી આપી