શિયાળો એટલે અંતરનો ઉઘાડ..!

  • 3k
  • 906

શિયાળો એટલે અંતરનો ઉઘાડ..! ટાઢો તો ટાઢો, પણ શિયાળા જેવો 'કાઢો' નહિ. આ શિયાળો મને ગમે બહુ..! પૂરબહારમાં ખીલે ત્યારે તો 'રોમેન્ટિક' કન્યા જેવો એન્ટીક લાગે. શરીર ઉપર ગરમ કપડાનો મેળો ભરાયો હોય, એવી ફીલિંગ્સ આવે. એમાં પાપડ જેવાં શરીર હોય એ તો આપોઆપ ફૂલી જાય. રસ્તા ઉપર ‘ડ્રાય આઈસ’ નો ધુમાડો અને લાલ-ગુલાબી ઠંડીનો સ્પ્રે થતો હોય, એવું લાગે. એને ભેદવાની મઝા જ કોઈ ઔર..! વરસાદની ભીનાશમાં ટાઈટ થઇ ગયેલા બારી-બારણાને ખુલ્લો ઉઘાડ મળે. શરીર ઉપર હેંગરની માફક ટીંગાયેલા છત્રી ને રેઈનકોટ છૂટા પડે. એક ભાડૂત ઘર ખાલી કરીને ચાલ્યો જાય, ને બીજો ભાડૂત દાખલ થાય, એનું નામ શિયાળો..! બાકી, ધોધમાર વરસાદની ઝાપટમાં, કાદવ-કીચડમાં ચોમાસાના સરસામાનને, વાઈફની માફક સાચવવી સહેલી વાત નથી. એકબાજુ છગદુ-છગદું