પ્રાયશ્ચિત - 47

(98)
  • 9.5k
  • 2
  • 8.3k

પ્રાયશ્ચિત પ્રકરણ 47રામકિશન તિવારી અસલમ શેઠનો ફોન આવ્યા પછી ડરી ગયો હતો. અસલમ એનો બોસ હતો. "ભાઈ" તરીકે જ એ ઓળખાતો હતો. પોતે રાકેશને ફઝલુ પાસે મોકલ્યો એ બૉસને ખબર પડી ગઈ હતી. ફઝલુ બૉસનો જ માણસ હતો. રાકેશના માથે હવે મોત ભમતું હતું એનો એને ખ્યાલ આવી ગયો. સવારે જ રાકેશને જામનગર છોડી દેવાનું કહેવું પડશે એવું એણે વિચારેલું. પરંતુ સવારે એ રાકેશને સાવધાન કરી શક્યો નહીં. સવારે ૯ વાગે એને કોઈ પોલીસે ફોન કરીને સમાચાર આપ્યા કે રાજકોટ રોડ ઉપરથી ગઈકાલે રાત્રે રાકેશની લાશ મળી આવી છે. આ સમાચાર મળ્યા પછી એ ખરેખર થથરી ગયો. એનો પોતાનો દીકરો દીપક