તું આવવાની છે તે સાંભળી હૈયું હાથમાં ના રહ્યું. કેટલા વરસે તું આવી રહી છે!એક દાયકો વીતી ગયો.કદાચ મને એમ હતું કે દિપાલી ભૂલી ગઈ છે.પરંતુ તારા આવવાના એક કૉલે મારી બધીજ નિરાશાઓ ખંખેરી નાખી. દીપક અતીતની યાદોમાં સ્વગત બોલ્યે જતો હતો.દિપાલી ! તને ખબર છે? આપણે બેઉ એક વખત રસ્તામાં બાઈક પર જતાં હતાં ત્યારે એક નાનકડું મંદિર આવ્યું.આરસનો ચોખ્ખો ઓટલો અને મંદિરની ફરતે લીલી વનરાજીથી વિંટડાયેલી વિવિધ લતાઓમાં વિવિધ ફૂલો જોઈ ઘડીભર તો તું નાચી ઊઠી હતી.તારી ભંગીમાઓ જોતાં મનોમન હું ખુશ થતો હતો.આશા હતી કે આપણે સાથે લગ્ન કરી જીવશું,