પ્રેમની ક્ષિતિજ - 28

  • 3.2k
  • 1
  • 1.3k

સમર્પણ એક અલગ અનુભૂતિ આત્માની. હૃદયમાં ઉઠતા અગણિત પ્રશ્નોના જવાબો કદાચ સમર્પણ દ્વારા વ્યક્ત થાય છે. મનની ભાષા જ્યારે તન બોલવા લાગે ત્યારે મનના સંવેદનો હૃદયમાં સંસ્મરણો રૂપે કોતરાઈ જાય છે. સંસ્મરણો એટલે સંસ્મરણ કહેવાય છે કારણ કે તે ક્યારેય પસ્તાવા કે અફસોસની લાગણી ઉત્પન્ન કરતા નથી. પોતાના ભાવિથી અજાણ મૌસમ અને આલય આજે જાણે કોલેજના છેલ્લા સંસ્મરણો પોતાના પ્રિયજન સાથે માણી લેવાના મૂડમાં હતા..... મૌસમે આલયને પૂછ્યું, "શું વિચારે છે આલય?" આલયે કહ્યું," કંઈ નહીં યાર બસ અમસ્તુ આપણા બન્નેના ભાવિ વિશે." મૌસમે કહ્યું," તું ખુશ થઇ જાય એવી વાત છે, આજે ડેડ તને યાદ કરતા હતા."