આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦હેવાલી ડરીને દિયાનની પાછળ લપાઇ ગઇ. તેને સામે ઊભેલા માણસનો ચહેરો બિહામણો લાગ્યો. દિયાનના દિલની ધડકન પણ વધી ગઇ હતી. એ માણસની એક જ આંખ હતી. એ પણ કાચની હોય એમ ચમકી રહી હતી. બીજી આંખમાં ખાડો હતો. એના ચહેરા પરની ચામડી પણ દાઝીને ઝુલસી ગઇ હોય એમ લબડી રહી હતી. ચહેરા મર જાણે માંસનો લોચો લગાવ્યો હતો. અજાણ્યા માણસના ભયાનક ચહેરાને જોઇને બંને ડરી ગયા હતા. દિયાન હિંમત રાખીને એ માણસ સામે જોઇને પૂછવા લાગ્યો:'અડસઢ મહોલ્લો આ જ છે?' એ વિચિત્ર મોંવાળા માણસે બંને તરફ એક આંખથી નજર નાખીને જોયું. તેઓ અજણ્યા પ્રાણી હોય એમ