લવ રિવેન્જ-2 Spin Off - Chapter 27

(51)
  • 4.8k
  • 2
  • 2.5k

લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-27 **** પ્રકરણના અંતે લખેલી નોંધ વાચકો અવશ્ય વાંચે. **** “પણ પપ્પા....! મને આરવજ ગમે છે તો હું સિદ્ધાર્થ સાથે કેવીરીતે...!?” નેહા રડમસ સ્વરમાં દલીલ કરી રહી હતી. આરવના એક્સિડેંન્ટ પછી વિજયસિંઘ આરવ સાથે નેહાની સગાઈ તોડી સિદ્ધાર્થ સાથે કરવાં માંગતાં હતાં. કરણસિંઘ અને સુરેશસિંઘ સાથે એ વિષે વાત કરતાં પહેલાં તેઓ પોતાનો નિર્ણય નેહાને જણાવી રહ્યાં હતાં. “જો મને તો પે’લ્લેથી સિદ્ધાર્થ ગમતો ‘તો...!” વિજયસિંઘ નેહા સામે હાથ કરીને બોલ્યાં. “પણ તમારે સિદ્ધાર્થને ગમાડીને શું કરવું છે...!?” નેહા સહેજ ચિડાઈને બોલી. “તું સમજતી કેમ નથી....!?” વિજયસિંઘ પણ સામે ચિડાઈને બોલ્યાં “આરવ