ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૭

  • 2.8k
  • 1.2k

શાળાએ જવાનો સમય રાજકોટ, મોટી ટાંકી ચોક પાસેની કોટક સ્કૂલના ભોંયતળિયા પર આવેલા વર્ગખંડમાં ભૂલકાંઓની મેઘગર્જનાઓ થઇ રહેલી. જાળીવાળા દરવાજામાંથી સ્કૂલમાં દાખલ થતાં જ મેદાન, અને મેદાનની બરોબર સામે જ બાવલું. બાવલાની પાછળ જ સ્કૂલની ઇમારત, અને તેનું પ્રવેશદ્વાર હતું. પ્રવેશદ્વારની ડાબી અને જમણી, એમ બન્ને તરફ ગરદનથી ખભા અને પછી હાથની માફક વિસ્તરેલી સ્કૂલ, ત્રણ માળ ધરાવતી હતી. આછા રાખોડી રંગની દીવાલો, અને દરેક દીવાલને જોડતાં સ્તંભ ઘેરા રાખોડી રંગથી સ્કૂલને સુશોભિત કરતા હતા. આવી શાળાની દીવાલો હચમચી રહી હતી ભૂલકાંઓના કોલાહલથી. રાજકોટ આમ તો રંગીલું શહેર... એટલે ત્યાંના ભૂલકાંઓ પણ રંગીન જ હોય, તે સાહજીક છે. કોઇ