યોગ કરવામાં ભોગ લાગ્યા..!

  • 2.4k
  • 796

યોગ કરવામાં ભોગ લાગ્યા..! ભોગ લાગે તો લાગે, ભોગી તો બહુ રહ્યા, યોગ કરીએ તો જ યોગી થવાય. તંદુરસ્તી શરીરની જોવાતી હોય, બેંક બેલેન્સની નહિ..! પાસબુકમાં ભલે બે આંકડાની સિલ્લક હોય, કોઈ ટેન્શન નહિ લેવાનું..! લોકોને શરીર અને ચહેરાની ઓળખ વધારે છે. આર્થિક સધ્ધરતામાં ભલે કાળોતરો ફરી ગયો હોય, ચહેરો મઘમઘતો રાખવાનો. જેથી જોકરની માફક 'હસવાના' મહોરાં ચઢાવવા નહિ પડે, અને બ્રહ્મજ્ઞાન પણ લાધે કે, કારમાં ‘ડિયો’ (સુગંધી પદાર્થ) રાખવાથી કે છાંટવાથી શરીરનો ‘કાર્ડિયો’ મજબુત બનતો નથી. સિલ્લક તો શક્તિ અને ભક્તિની હોવી જોઈએ દાદૂ..! ભક્તિ અને યોગ વગર સધ્ધર હોવું, એ તો પથ્થર ઉપર બાઝેલી લીલ જેવું છે. જીવતરની લીલોતરી તો ભક્તિ