ડમ-ડમ ડિગા-ડિગા, ડીસેમ્બર ભીગા ભીગા..!

  • 2.4k
  • 1
  • 806

ડમ-ડમ ડિગા-ડિગા, ડીસેમ્બર ભીગા ભીગા..! પાડ માનો યાર, દેવી-દેવતાનો..! માંડ-માંડ હાંફતા-હાંફતા ડીસેમ્બર સુધી તો આવ્યાં..! ડીસેમ્બર આવ્યો તો આવ્યો, સાથે બે બુંદ પાણી, શિયાળો, ને બફારો પણ લાવ્યો. એક સાથે ‘બ્રહ્મા-વિષ્ણુ- મહેશ જેવાં ત્રિદેવ દર્શન મળે કોને..? મસ્તીથી ગાવ યાર, "ડમ-ડમ ડિગા-ડિગા, ડીસેમ્બર ભીગા ભીગા..!" (બસ...! આટલેથી અટકી જાવ..!) માથા નીચે ઓશીકું, ઓશીકાની બાજુમાં સ્વેટર અને ઓટલા ઉપર રેઈનકોટ ટાંગીને ટરરરરર કરો..? આજકાલ હવામાનનો કારભાર પણ સરકારી નિશાળની માફક, વિષય બદલાય ને ઘંટો પડે, એમ ઘંટારવથી ચાલે છે. કઈ ઘડીએ વરસાદ ધબકે, કઈ ઘડીએ પવન ફફડે ને કઈ ઘડીએ ટાઇઢ તૂટી પડે, નો (NO) ભરોસા..! તાળીઓ પાડો યાર, મનીલા-કાશ્મીર આપને દ્વારની માફક, ઘર બેઠાં ઠંડી મઝા આજે આપે કોણ..? ચાયની ચૂસકી મારતા-મારતા, ‘ઘરમાં મનીલા-ઘરમાં કાશ્મીર’ ની મૌજ તો નસીબદારને