અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - ૧૬

  • 3.2k
  • 1
  • 1.6k

ભાગ - ૧૬આગળના ભાગમાં આપણે જાણ્યું કે, પૂજા ઈશ્વરભાઈને થોડા સમય પછી, ગાડી લઈને પોતાના ઘરે આવી જવાનું કહી, ઈશ્વરભાઈના ઘરેથી પોતાના ઘરે જવા નીકળે છે.ઈશ્વરભાઈના મોઢે પૂજાએ, પપ્પા અને દિવ્યા વિશે હમણાજ જે વાતો સાંભળી, તે વાતો પરથી, પૂજાને અત્યારે એટલો તો ખ્યાલ આવી ગયો હતો કે, આજે તેના પપ્પાએ, તેની મમ્મી સાથે છૂટાછેડાનું જે પગલું ભર્યું, તેમાં ભલે તેના પપ્પાનો વાંક છે, પરંતુ જો દિવ્યાએ, મારા ભાઈ વિનોદને ખોટી રીતે ફસાવીને, જો મારા પપ્પાને આ છૂટાછેડા વાળુ પગલું ભરવા મજબૂર ન કર્યા હોત, તો કદાચ, તો કદાચ, પપ્પા આ છેલ્લી હદનું, છૂટાછેડા જેવું પગલું કદાપિ ના ભરતા, એટલે પૂજા, આજે તેની મમ્મી સાથે પપ્પાએ