ધમાકા- રાકેશ ઠક્કરઅત્યાર સુધી રોમેન્ટિક-કોમેડી ફિલ્મો કરતા કાર્તિકે 'ધમાકા' માં એક પત્રકારની ગંભીર ભૂમિકાને અસરકારક રીતે ભજવી બતાવી છે. નિર્દેશક રામ માધવાની તેમની અગાઉની ફિલ્મ 'નીરજા' જેટલી 'ધમાકા' ને વાસ્તવિક બનાવી શક્યા નથી પરંતુ કાર્તિક સહિતના દરેક કલાકારોએ પોતાના પાત્રને જીવંત કરી બતાવ્યું છે. પટકથા નબળી હોવાથી દર્શકોને કેટલાક પ્રશ્નો થાય એ સ્વાભાવિક છે. ફિલ્મમાં એક બ્રીજ પર બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની વાત કેન્દ્રમાં છે. પણ એ બોમ્બ ક્યારે અને કેવી રીતે લગાવવામાં આવ્યો એ તો 'રામ' જ જાણે! આતંકી હુમલાની વચ્ચે જ્યારે ન્યૂઝરૂમની બૉસ પોલીસ ઇન્સ્પેક્ટરને એમની વાત માનવાની ના પાડે છે અને ચેનલ પર જીવંત પ્રસારણ વખતે એન્કર