કમુડી....

  • 2.1k
  • 1
  • 708

કમુડી..... કમુ...! એટલે ગામ આખાની વ્હાલી.કમુ એટલે આખા ગામનું ઘરેણું.કમુ એટલે આખા ગામને હસાવતી સૌને ગમતી એક ગામડિયણ છોકરી.તેનાં આખા ગામમાં વખાણ થાય પરંતુ કોઈ મુરતિયો પરણવા પસંદ ના કરે તેવું પાત્ર.કમુ ગમે બધાં ને પરંતુ કોઈ તેને પરણવા રાજી નહીં. દેખાવ સામાન્ય.ઘઉં વર્ણો ચહેરો. આખા ગામને હસાવે પરંતુ તેના નિજી જીવનમાં ડોકિયું કરો તો રુદનનો રત્નાકર. કોઈને એ હસાવતી હોય ત્યારે એમ થાય કે આટલી સુખી અને બિંદાસ છોકરી છે? આમ તો હજુ એને પચ્ચીસ જ વરસ થયાં છે. પરણવાની ઉંમર હજુ હવે થઇ છે. તેનાં માં બાપ એટલે આખું ગામ.નાનપણમાં કાકા જોડે મોટી થઇ. કાકી ગજા ઉપરનું કામ