ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૪

  • 3.6k
  • 1
  • 1.8k

ચાલો જાણીએ કાજલને ૧૯૮૨, જાન્યુઆરી આજી અને ન્યારી નદીના કિનારે વસતું શહેર એટલે રાજકોટ. કાઠિયાવાડ દ્વીપકલ્પનું કેન્દ્ર એટલે રાજકોટ શહેર. પ્રજાનો સ્વભાવ, જીવન જીવવાની કળા, એકબીજા પ્રત્યેનો આદરભાવ, અને હંમેશા હસતો ચહેરો ધરાવતા માનવમહેરામણ, જેવા વિવિધ રંગોનો સમન્વય ધરાવતું આ શહેર “રંગીલા રાજકોટ” તરીકે પણ ઓળખાતું હતું. રાજકોટ એ અમદાવાદ, સુરત અને વડોદરા પછી ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર, સાથે સાથે ભારતના મહાનગરોમાં પાંત્રીસમું સ્થાન ધરાવે છે. વિકસતા શહેરોની હરીફાઇમાં હરણફાળ ભરી ચૂકેલું રાજકોટ, વિશ્વના વિકસીત શહેરોની યાદીમાં સાતમા ક્રમે છે. મહાત્મા ગાંધીએ રાજકોટમાં આવેલ આલ્ફ્રેડ હાઇસ્કુલમાં શિક્ષણ મેળવ્યું હતું. જે આજે મોહનદાસ ગાંધી હાઇસ્કુલ તરીકે ઓળખાય છે.