ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - 3

  • 3.6k
  • 1.8k

નિશા વિષે વાત કરીએ ૧૯૮૫, સપ્ટેમ્બર ગુજરાતમાં માધવસિંહ સોલંકીના કાર્યકાળ દરમ્યાન અનામતની ટકાવારી વધારવા બાબતે રમખાણો ફાટી નીકળ્યા હતા. ફેબ્રુઆરીથી જુલાઇ અંત સુધી વિદ્યાર્થીઓ, અને વિવિધ સંગઠનો દ્વારા નાની-મોટી ચળવળો ચાલી. આખરે ઓગસ્ટના પ્રારંભ સાથે પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડવા લાગી. પોલીસકર્મીઓ સતત છ મહિનાઓની કવાયતમાંથી મુક્ત થઇ રહ્યા હતા. કિશોર આ જ કર્મીઓમાંથી એક હતો. કિશોરના ઘરે પારણું બંધાવાનું હતું. તેની પત્ની સાત મહિના ગર્ભવતી હતી. જેમાંથી છ મહિના કિશોરે હડતાળોમાં, રમખાણોમાં, નિયત્રંણોમાં વિતાવ્યા. હવે, સમય આવી પહોંચ્યો હતો, ઘરે પહોંચવાનો-પત્ની સાથે બાળજન્મનો અવસર વિતાવવાનો. તેના ફરજ બજાવવાની જગા એટલે વિસાવદર તાલુકાનું એક પોલીસ સ્ટેશન.