પ્રાયશ્ચિત - 42

(94)
  • 9.9k
  • 2
  • 8.8k

પ્રાયશ્ચિત પ્રકરણ 42લખમણ સાંજના સાડા પાંચ વાગ્યાથી જ પટેલ કોલોની માં આવી ગયો હતો. કેતનના બંગલા સુધી બાઈકનું ચક્કર પણ માર્યું હતું પરંતુ ગાડી દેખાતી ન હતી એટલે એ શેરીના નાકે જઈને બાઈક સાઈડમાં પાર્ક કરી કેતનની ગાડીની રાહ જોતો ઊભો રહ્યો. સાંજે સાત વાગ્યે જેવી કેતનની ગાડી આવી કે એ સાવધાન થઈ ગયો. કેતન એને ઓળખતો ન હતો એ એના માટે પ્લસ પોઇન્ટ હતો. કેતનની સાથે એનું ફેમિલી પણ હતું એવું એને દૂરથી લાગ્યું. કેતનને એણે જોયેલો હતો એટલે સારી રીતે ઓળખતો હતો. કેતનના ઘરે ડોરબેલ વગાડ્યા પછી ઘરની બીજી કોઈ વ્યક્તિ બહાર આવે તો પણ એ કેતનને બહાર બોલાવ્યા વગર