પ્રાયશ્ચિત - 41

(85)
  • 8.6k
  • 4
  • 7.7k

પ્રાયશ્ચિત પ્રકરણ 41આજે રવિવાર હતો. રાકેશ વાઘેલા, દિપક તિવારી અને રણમલ જાડેજા દરબારગઢની એમની જાણીતી ચા ની રેકડી ઉપર આવી ગયા હતા. લખમણની રાહ જોવાતી હતી. દસેક મિનિટમાં લખમણ પણ બાઈક લઈને આવી ગયો. લખમણ એટલે કે લખાને નીતાને મદદ કરનાર અને પોલીસ ફરિયાદ કરનાર માણસ કોણ હતો એ જાણવા માટે પટેલ કોલોનીમાં રેકી કરવાનું કામ સોંપ્યું હતું. અઠવાડિયામાં એણે રિપોર્ટ આપવાનો હતો. દર અઠવાડિયે આ લોકો ભેગા થતા હતા. " બોલ લખા....શું સમાચાર લાવ્યો ? " લખો બાઈક પાર્ક કરે એ પહેલાં જ અધીરો રાકેશ બોલી ઉઠ્યો. " અરે પણ એને બેસવા તો દે. આમ અધીરીનો શું કામ થાય છે ? ચા