આ જનમની પેલે પાર - ૯

(48)
  • 5.1k
  • 1
  • 3k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૯દિયાન રાત્રે કોરો કાગળ પોતાની બાજુમાં રાખીને સૂઇ ગયો હતો. સપનામાં શિનામી સાથે કોઇ વાત થઇ હોય એવું યાદ આવતું ન હતું ત્યારે આ લખાણ પોતે ક્યારે અને કેમ લખ્યું એની નવાઇ લાગી રહી હતી. હેવાલી એને કાગળના લખાણ વિશે પૂછી રહી હતી ત્યારે એ પોતાના જ અક્ષર છે કે કેમ એનું નિરીક્ષણ કરી રહ્યો હતો. એણે ધારી ધારીને જોયું. અક્ષર પોતાના જ હતા. અક્ષરોના વળાંક જ કહી આપતા હતા કે પોતે જ લખ્યું હતું. અક્ષરો પરથી તેને લાગતું હતું કે બહુ શાંતિથી આ લખાણ લખ્યું છે. પોતે રાત્રે ઊઠ્યો હોય એવો કોઇ ખ્યાલ જ નથી.