કળિયુગની સ્ત્રી - ભાગ 13

(22)
  • 4.5k
  • 2
  • 2.5k

કળિયુગની સ્ત્રી ભાગ-13 બ્લેકમેલ J.K.ની હથેળીમાં લાખુ જોઇને મન્સુરને ચક્કર આવી ગયા હતાં અને જમીન પર અર્ધબેભાન અવસ્થામાં પડી ગયો હતો. નીના ગુપ્તાએ પાણી મંગાવી એના મોઢા પર પાણીની છાલક મારી હતી ત્યારે તો એ ભાનમાં આવ્યો હતો. જ્યારે એ ભાનમાં આવ્યો ત્યારે એક હવાલદારે હાથ પકડી એને ખુરશીમાં બેસાડ્યો હતો અને હાથમાં ચાનો કપ આપ્યો હતો. "તે જીવનમાં પહેલીવાર લાશ જોઇ એટલે બેભાન થયો કે પછી કંઇ બીજું કારણ છે?" નીના ગુપ્તાએ શંકાશીલ દૃષ્ટિથી મન્સુરને પૂછ્યું હતું. મન્સુર થોડી મિનિટો સુધી નીના ગુપ્તાને બાઘાની જેમ જોતો રહ્યો હતો. એને એ સમજાતું ન હતું કે હવે શું બોલવું અને