કળિયુગની સ્ત્રી ભાગ-12 મોતનું રહસ્ય અદિતી અને સંગ્રામ અદિતીની બેસીને પોતાના અફીમના ખેતરો તરફ જઇ રહ્યા હતાં. એવામાં સંગ્રામની નજર સફેદ કલરની બી.એમ.ડબલ્યુ. ગાડી પર પડી હતી. "આ બી.એમ.ડબલ્યુ. ગાડી J.K.ની છે અને J.K. ચેન્નઇ તરફ જઇ રહ્યો હોય એવું લાગે છે." સંગ્રામ બોલ્યો હતો. અદિતીએ બી.એમ.ડબલ્યુ. ગાડી ઉપર નજર નાંખી હતી. ગાડીની ડ્રાઇવીંગ સીટ ઉપર રહીમ એને બેઠેલો દેખાયો હતો. અદિતીએ પોતાના અફીમના ખેતરો પાસે ગાડી લાવીને ઊભી રાખી હતી. દૂરથી અદિતીને જોઇ લાલસીંગ દોડતો દોડતો પાસે આવ્યો હતો. લાલસીંગને જોઇ સંગ્રામ લાલસીંગને પગે લાગ્યો હતો. અદિતીને આ જોઇ નવાઇ લાગી હતી. "મેડમ, આ લાલસીંગ મારા સગા કાકા