હાઇબે રોબરી 46 હોસ્પિટલના પાર્કિંગમાં જીપ પાર્ક કરી રાઠોડ અને પટેલ હોસ્પિટલમાં પ્રવેશ્યા. રાઠોડ સાહેબે કોઈ કોન્સ્ટેબલનો શર્ટ પહેર્યો હતો. જે થોડો ઢીલો પડતો હતો. પોલીસને જોઈને હોસ્પિટલનો સ્ટાફ વિવેકી થઈ ગયો. રીસેપનિસ્ટે રૂમ નમ્બર બતાવ્યો. રૂમની બહાર નિરવ, રાધા, સોનલના બાપુજી બેઠા હતા. સોનલ અને નંદિનીને ખાસ કોઈ ઇજા ન હતી. સામાન્ય મારની ઇજા હતી. બે ત્રણ દિવસમાં સારું થઈ જાય એમ હતું. ડોકટરે દવા આપી હતી. નંદિની ખૂબ જ ઉત્પાત કરતી હતી. એટલે ડોકટરે એને ઇન્જેશન આપી સુવડાવી દીધી હતી. આશુતોષનું ઓપરેશન પતી ગયું હતું. એને શ્વાસ