પ્રાયશ્ચિત - 40

(95)
  • 9.5k
  • 2
  • 8.2k

પ્રાયશ્ચિત પ્રકરણ 40કેતનને પપ્પાની વાત સાચી લાગી. એને પણ લાગતું હતું કે પ્રતાપભાઈ વાઘાણી ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરી શકાય. છતાં કેતન થોડો પ્રેક્ટીકલ હતો. ભલે જગદીશભાઈ એમના અનુભવના આધારે પ્રતાપભાઈ વાઘાણી વિશે કેતનને સાવધાન કરતા હોય છતાં કેતન જુદી રીતે વિચારતો હતો. જામનગર જેવા શહેરમાં એ એકલો જ રહેવાનો હતો. આશિષ અંકલની ટ્રાન્સફરેબલ જોબ હતી એટલે એ કાયમ માટે જામનગરમાં રહેવાના નથી એ કેતન સારી રીતે જાણતો હતો. પ્રતાપ અંકલને નારાજ કરવા એને પોસાય એમ નહોતું. હા એમના ઉપર નજર રાખવી જરૂરી હતી છતાં કેટલીક બાબતોમાં આંખ આડા કાન કરવા પડે તેમ હતા. ભવિષ્યમાં ગમે ત્યારે એ કામના માણસ