પ્રેમની ક્ષિતિજ - 26

  • 2.6k
  • 1.1k

તાદાત્મ્ય સપનાઓનું અને સાથે હૃદયમાં ઉઠતા સ્પંદનોનું. મિત્રતામાં એકબીજાના ભાવ એકબીજામાં કયારે એકરસ થઈ જાય ખ્યાલ જ ન રહે. મૈત્રી નામના ઝરણમાં ખળખળ વહેતા જતા મિત્રો, વહી જતા સમયમાં એક સુંદર મેઘધનુષી ભાવચિત્ર સ્મૃતિનાં સ્મરણમાં છોડતા જાય છે. નિર્ભય સાથેની મૈત્રીમાં લેખા ખૂલતી જતી હતી. મોસમ સાથેના છૂટેલા સંગાથ અને આલયના આકર્ષણે તેને વિચારોમાં રહેતી લેખા બનાવી દીધી હતી. નિર્ભય ધીમે ધીમે તેમાં પ્રવેશ કરવા માંડ્યો પણ લેખાને તેના સંબંધ નો ભાર લાગતો નહોતો કારણ કે પોતે તે બાબતમાં પહેલેથી જ સ્પષ્ટ હતી. કારની બારીમાંથી પાછળ જતા વૃક્ષો લેખાને આગળના ભવિષ્ય તરફ લઈ જતા હતા. તેને વિચારમાં