પ્રાયશ્ચિત - 39

(94)
  • 8.8k
  • 4
  • 7.5k

પ્રાયશ્ચિત પ્રકરણ-39કેતનની વાત સાંભળીને પ્રતાપભાઈના મનમાં ગણતરીઓ ચાલુ થઈ ગઈ. ઓફિસ બંગલો અને ત્રણ માળની હોસ્પિટલનું ફર્નિચર જો બનાવવાનું હોય તો ૭૦ ૮૦ લાખ કે પછી એકાદ કરોડ આસપાસનું ફર્નિચર તો નાખી દેતાં બને. એમાંથી પાંચ દસ લાખ મારી ખાવામાં કોઈને કાંઈ ખબર ના પડે. મટીરીયલ આજે મોંઘું છે. સાગનો ભાવ આસમાને છે. ક્યાં કયું લાકડું વાપર્યું કોને ખબર પડવાની ? અને કરોડપતિ કેતનને પાંચ દસ લાખમાં કશો ફરક પડવાનો નથી. મારે આજે ને આજે જ માવજીભાઈને મળવું પડશે. જયેશ સાથે કોઈ ભાવતાલ નક્કી થાય એ પહેલાં જ માવજીને પકડવો પડશે.જમવાનો ટાઈમ થયો એટલે દમયંતીબેનેબધાંને ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ જવા કહ્યું.