સમી સાંજનું મિલન...

  • 4k
  • 1.2k

નિત નિત મારું મનડું ઝૂમે ખુલ્લા ગગનમાં, ચાંદની રેલાવતો ચાંદ લાગે મને મીઠો. હિમાલય જવાનું દ્વાર એટલે હરદ્વાર દેવોની ભૂમિને સ્પર્શીનેજ જવાનું. હરદ્વારની હર કી પેડીની ગંગા આરતી કર્યા વગર લગભગ અશક્ય ગણાય. ગંગાજીની આરતી એટલે મનનાં મેલને તરતા મૂકી દેવા, ગંગાના નિર્મળ જળ જેવું મન કરવું. મનને નિજાનંદમાં રાખવું. હૈયાને કેદ પિંજરમાંથી મુક્તિ આપી પ્રેમનાં આકાશમાં મુક્ત વિહરવા દેવું. વાતાવરણની પવિત્રતા મન અને તનને સ્પર્શતી પરમાનંદની અનુભૂતિ કરાવતી, દૂર ગગનમા વિહાર કરાવતી. ઋષિકેશમા ગંગા ઘાટ પર હાથમાં હાથ રાખીને આનંદ અને અનુજા ઊભા હતા, આવતા જન્મની તૈયારી માટે, હે મા તું અમને સાથે રાખજે, આ જન્મમાં સાથે રહેવાનો મોકો