બદલો - (ભાગ 28)

(39)
  • 4.1k
  • 1
  • 1.9k

નીયા આ રીતે અભી ને જોઇને એની પાસે દોડી આવી..."અભી....." અભી ને જોઈને લાગતું હતું કે એ ભાન માં ન હતો રહ્યો...ખભે થી હલબલાવીને નીયા એ અભી ને બોલાવ્યો...."હ..." અભી ની આંખોમાં આંસુ આવી ગયા હતા..નીયા ને સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે..."ચાલ આપણે ઘરે જઈએ..." નીયા એ અભી ના ખભે હાથ રાખીને કહ્યું..." હ...હા ચાલ ...." ખૂબ ઉતાવળ થી કહીને અભી ચાલવા માંડયો...નીયા દોડીને એની સાથે થઈ ગઈ...અભી નો હાથ પકડીને એને ઊભો રાખ્યો...."અભી....શું થયું....""રુહી...." અજાણતા જ અભી ના મોઢે થી નીકળી ગયું ....નીયા એ અભી નો હાથ છોડી દીધો અને એને જોતી રહી....*બેંગલોર માં ભણતી