“અંતરા, અંતરા... ક્યાં ખોવાઈ ગઈ? મમ્મીનો અવાજ સાંભળીને અંતરા થોડી ચોંકી ગઈ. “હ મમ્મી?” “શું થયું? શું કહ્યું શાલુએ?” “મને એટલું જ કહ્યું છે કે કાલે એક જ્ગ્યાએ જવું છે... જ્યાં પર્લને ખાસ લઈ જવી છે. ક્યાં જવું છે, એ નથી બોલ્યાં. પર્લને પૂછીને તરત જ ફોન કરવા કહ્યું છે.” અંતરા એક્સાઈટમેંટમાં એકસાથે બધું બોલી ગઈ. “પર્લે હા પાડી ને! તો કહી દે શાલુને ફોન કરીને...” માલિનીનો હરખ સમાતો નહોતો. અંતરાએ શાલુમાસીને ફોન લગાડયો. “હેલો, શાલુમાસી, પર્લે હા પાડી છે. અમે બંને કાલે પારલા આવી જઈશું. કેટલા વાગે પહોંચવાનું છે?” “ચાર વાગ્યે.” “ઓકે પણ એ તો કહો કે ક્યાં જવાનુ