અમે બેંક વાળા - 25. અભી ના જાઓ છોડ કર..

  • 2.9k
  • 1
  • 1.3k

25. 'અભી ના જાઓ છોડ કર..'હવે પછીનાં ત્રણ ચાર પ્રકરણ બેંક ઓફ બરોડા ન્યુકલોથની મારી જિંદગીનાં આવશે. એ સમય 2006 જાન્યુ. થી 2009 ડિસેમ્બર એ ચાર વર્ષનો હતો. સોળ વર્ષે પણ યાદ એવું છે કે જાણે આજે જ બન્યું હોય. હજી હમણાં જ કોઈ કામે એ બ્રાન્ચમાં ગયો ત્યારે સ્ટાફ તો એમાંથી કોઈ ક્યાંથી હોય, પણ અમુક ગ્રાહકો આટલાં વર્ષે ઓળખી ગયેલા. પોસ્ટ કોરોના દિવસો હોઈ બ્રાન્ચમાં જવા લાંબી લાઈનમાં ઉભી ચાર વ્યક્તિઓએ અંદર જવાનું હતું. પોલીસચોકી સુધી લાઈન હતી. હું પાછળ ઉભો. કોઈ મને ગ્રીટ કરી પીયૂનને કહી આગળ લઈ આવ્યું અને સીધી એન્ટ્રી અપાવી. અહીંના સિનિયર મેનેજર સાહેબ