પ્રકરણ ૫૩"નોઓઓઓઓઓઓઓઓ...." કેરિન દોડતો રાવિકા સામે આવી ગયો, એજ વખતે માનસાએ ઉઠીને ત્રિસ્તા પર હુમલો કર્યો અને રાવિકાએ પણ પોતાને બચાવવા ત્રિસ્તા પર પલટવાર કર્યો હતો એ વાર કેરિન ઉપર થયો.ત્રણેય ઘટનાઓ એકજ સમયે ખુબજ ઝડપે ભજવાઈ હતી, રાવિકાએ સ્વરક્ષા માટે ત્રિસ્તા પર વાર કર્યો હતો પણ રાવિકાને બચાવવા માટે રાવિકા અને ત્રિસ્તા વચ્ચે એજ સમયે આવી પહોંચેલો કેરિન રાવિકાના વારનો શિકાર બન્યો.માનસા ત્રિસ્તા કરતાં વધારે શક્તિશાળી હતી, ત્રિસ્તાનો વાર તેને અમુકક્ષણો પૂરતો જ રોકી શકે એમ હતો અને એ ક્ષણો વીતી ચુકી હતી, માનસા જેવી ભાનમાં આવી કે તરત તેને યાદ આવ્યું કે ત્રિસ્તાએ તેના પર આકારણ હુમલો કર્યો