લોસ્ટ - 49

(32)
  • 3.8k
  • 2
  • 1.7k

પ્રકરણ ૪૯"પ્રથમ? તું પ્રથમની દીકરી છે?" જીવનને જોરદાર આંચકો લાગ્યો."હા, હું પ્રથમ જોશીની દીકરી છું, મિષ્કા જોશી." મિષ્કાએ જવાબ આપ્યો."બેટા, તું જયારે જેલથી છૂટેને એટલે પે'લા જઈને તારી માંને પુછજે કે હકીકત શું હતી. તું સમજવાની નથી છતાંય એક સલાહ આપીશ કે જે ઘટનાની પુરી જાણકારી ન હોય એના માટે બદલો લેવા હાલી ના નીકળાય. યાદ કરીને તારી માંને પુછજે કે હકીકતમાં શું બન્યું હતું અને તારા બાપએ શું કર્યું હતું એ ખાસ પુછજે." જીવનએ પોલીસને ઈશારો કર્યો કે તેઓ મિષ્કાને લઇ જાય."મામા..." રાવિકા દોડતી જઈને જીવનને વળગી પડી."ચલો ઘરે, આસ્થા વાટ જુએ છે તમારી." જીવન ત્રણેય છોકરીઓને લઈને ઘરે